લોયર, એડવોકેટ અને બેરિસ્ટર વચ્ચે શું છે તફાવત ? જાણો
લોયર, એડવોકેટ અને બેરિસ્ટર વચ્ચે શું છે તફાવત ? જાણો લોયર, એડવોકેટ અને બેરિસ્ટર આ શબ્દો વારંવાર સાંભળવા મળે છે. પણ શું તમે જાણો છો આ ત્રણેય વચ્ચેનો તફાવત શું છે ? શું આ બધાના કાર્યો અલગ અલગ છે કે એક સમાન ? ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ત્રણેય શબ્દોનો અર્થ શું છે અને આ શબ્દો વચ્ચેનો તફાવત શું છે. તમે દરરોજ વકીલાતને લગતા ઘણા શબ્દો સાંભળતા હશો. જેમાંથી વકીલ, બેરિસ્ટર અને એડવોકેટ શબ્દો સૌથી સામાન્ય છે. હવે તમને સવાલ થતો હશે કે શું આ ત્રણેય શબ્દો એક જ છે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, આ ત્રણેય શબ્દોનો અર્થ શું છે અને આ શબ્દો વચ્ચેનો તફાવત શું છે. લોયર જે વ્યક્તિએ કાયદાની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. જેમકે LLB અથવા LLMની ડિગ્રી મેળવી હોય તેને લોયર કહી શકાય. કોરસ્પોન્ડિંગ કોર્ષ દ્વારા પણ જો કાયદાની ડિગ્રી મેળવી હોય તો તે વ્યકિત લોયર ગણાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ IGNOU માંથી કાયદાની ડિગ્રી મેળવે છે, તો તે લોયર ગણાય છે. લોયર માત્ર કોઈપણ વ્યક્તિને કાયદાકીય સલાહ આપી શકે છે, કોર્ટમાં રિપ્રેઝન્ટ કરી શકતા નથી. લોયર કોઈપણ લિગલ ફર્મ, લિગલ ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકે છે, પરંતુ કોર્ટમાં ર...